Connect Gujarat
ભરૂચ

ભરૂચ:હાંસોટ કોસંબા રોડ પર કાર નહેરમાં ખાબકતા અકસ્માત,પતિનો બચાવ પત્નીની શોધખોળ શરૂ

અંકલેશ્વરના સિસોદરા ગામ નજીક ભૂંડનું ટોળુ માર્ગ પર આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર નહેમા ખાબકી

X

ભરૂચના હાંસોટ કોસંબા રોડનો બનાવ

સિસોદરા ગામ નજીક કાર કેનાલમાં ખાબકી

ભૂંડનું ટોળુ માર્ગમાં આવી જતા અકસ્માત સર્જાયો

પતિનો બચાવ,પત્નીની શોધખોળ શરૂ કરાય

સુરત જિલ્લાની સરહદે આવેલા કોસંબા હાંસોટ રોડ પર પતિ-પત્ની ફિલ્મ નિહાળી આવી રહ્યા હતા એ દરમ્યાન અંકલેશ્વરના સિસોદરા ગામ નજીક ભૂંડનું ટોળુ માર્ગ પર આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર નહેમા ખાબકતા કારમાં સવાર પતિનો આબાદ બચાવ થયો હતો જ્યારે પત્નીની શોધખોળ શરૂ કરવામાં આવી છે

સુરત જિલ્લાની સરહદે આવેલ કોસંબા અને હાંસોટને જોડતા રોડ પર ગત મધ્યરાત્રિએ ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ અંકલેશ્વરના સિસોદરા ગામના રહેવાસી અને હાલ કોસંબા ખાતે રહેતા હરદીપસિંહ વિજયસિંહ વશી તેમના પત્ની હેતલ બહેન સાથે ફિલ્મ નિહાળવા માટે ગયા હતા અને તેઓ તેમના ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમ્યાન માર્ગમાં ભૂંડનું ટોળુ આવી જતા કાર ચલાવી રહેલ હરદીપ સિંહ વશીએ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને કાર નજીકમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ખાબકી હતી.

કાર ચાલક મહામહેનતે કારમાંથી બહાર નીકળવા સફળ રહ્યો હતો અને સાથે જ તેમની પત્નીને પણ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો જો કે પાણીના વહેણમાં કાર તણાઇ હતી. આ અંગેની જાણ થતાની સાથે જ ગ્રામજનો દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત કારને બહાર કાઢી હતી. બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થાલ્લે દોડી ગયો હતો અને પત્નીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Next Story