ભરૂચ: નેત્રંગમાં મનસુખ વસાવા દ્વારા યોજાયુ કાર્યકર્તા સમેલન,વિરોધીઓ પર કરવામાં આવ્યા પ્રહાર

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા આગેવાનો અને કાર્યકર્તાઓના સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ વિરોધી લોકો પર પ્રહાર કર્યા હતા

New Update

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વ્યવસાયિક હિત ધરાવતા ભાજપના જ કેટલાક આગેવાનોએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની કાન ભંભેરણી કર્યાનો આક્ષેપ મૂક્યો છે. તેમણે કહ્યું કે, આ ચાર નેતામાં બે ધારાસભ્ય છે. તેમણે નાંદોદના ધારાસભ્ય દર્શન દેશમુખ, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામ પટેલ અને ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રકાશ દેસાઈ સામે સી.આર. પાટિલની કાન ભંભેરણી કર્યાનો આક્ષેપ મૂક્યો છે ત્યારે આજરોજ ભરૂચના નેત્રંગના સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ વસાવા એ જણાવ્યુ હતુ કે ચૈતર વસાવાને ભાજપમાં જોડાવા કેટલાક લોકો પ્રદેશ ભાજપ સમક્ષ લઈ ગયા હતા પરંતુ ચૈતર વસાવા ભાજપમાં જોડાવા નથી માંગતા અને મારા વિરુદ્ધ સી.આર.પાટીલને કાન ભંભેરણી કરવામાં આવી છે