Connect Gujarat
ભરૂચ

ભરૂચ: બોર્ડની પરીક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ, કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાય બેઠક

X

ભરૂચ જિલ્લામાં યોજાશે બોર્ડની પરીક્ષા

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાશે

કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો

હેલ્પલાઇન નંબર પણ શરૂ કરાયો

ભરૂચ જિલ્લામાં આગામી તા.૧૧ થી ૨૬ માર્ચ ૨૦૨૪ દરમ્યાન ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા યોજાનાર છે. ત્યારે જિલ્લામાં ધો. ૧૦ નાં ૮૨ બિલ્ડીંગમાં ૨૩૩૮૪ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૧૨ સામાન્ય પ્રવાહની ૩૧ બિલ્ડીંગમાં ૯૫૫૨ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની ૧૯ બિલ્ડીંગમાં ૩૮૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજનનાં ભાગરૂપે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. કલેક્ટર તુષાર સુમેરાએ ધો. ૧૦ અને ધો. ૧૨ (સા.પ્ર./ વિ.પ્ર)નાં વિદ્યાર્થીઓ માટે તણાવમુકત અને હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમા ચિન્હરૂપ બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા પાપ્ત કરે “તમે એકલા નથી, અમે સૌ સાથે છીએ’’ તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓનાં માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચના સંયુકત ઉપક્રમે શરૂ કરવામાં. પરીક્ષા દરમ્યાન CCTV રેકોર્ડીંગ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Next Story