New Update
/connect-gujarat/media/post_banners/35af18bc943494dea4ea97d8bc6a5d6f221507c7a626017a4123fb10deccd6be.webp)
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રવિવારે લગ્ન પ્રસંગ બાદ ખુરશીમાં બેઠા બેઠા રાષ્ટ્રગીતનું ગાન કરી અપમાન કરનાર યુવાનોનો વિડીયો વાયરલ થયો છે. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે. રવિવારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નિકાહ હતા. જેમાં નિકાહ પત્યા બાદ 11 યુવકોએ રાષ્ટ્રગીતનો ખુરશી ઉપર બેઠા બેઠા વિડીયો બનાવ્યો હતો.
આ લઘુમતી યુવાનોએ રાષ્ટ્રગીતનું અપમાન જ ન કર્યું હતું પણ મજાક બનાવી આ વીડિયોને અન્ય ગૃપમાં શેર પણ કર્યો હતો.જેની સામે એક યુવાને બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી.જે સંદર્ભે બી ડિવિઝન પોલીસે આ 11 યુવાનો સામે રાષ્ટ્રગીતના અપમાન બદલ તપાસ હાથ ધરી છે.તેઓના મોબાઈલ પણ કબ્જે મેળવી એફ એસએલમાં મોકલાયા હોવાની વિગતો બહાર આવી છે.પોલીસ તપાસ બાદ આ યુવાનો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ શકે છે
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/12/lok-adalat-ankleshwar-2025-07-12-17-05-21.jpeg)
LIVE