/connect-gujarat/media/post_banners/ae796aaceb4fb882a66de42c5d0427d693e722fc016b3a1dbdefe7c0939f6acc.jpg)
દેશના પ્રથમ CDSને લઈ જતું હેલિકોપ્ટર કન્નુર નજીક ક્રેશ થયું હતું. બુધવારે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. સાંજ સુધીમાં બિપિન રાવત તેમના પત્ની સહિત 13 સૈન્ય જવાનોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. બિપિન રાવતના મૃત્યુના સમાચાર બાદ દેશભરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશવાસીઓએ સોશિયલ મીડિયાના મધ્યમથી મૃતકોને શ્રધ્દ્ધાસુમન અર્પણ કર્યા હતા. ફેસબુક ઉપર મુકાયેલી એક પોસ્ટ ઉપર ફિરોઝ દીવાન નામના વ્યક્તિએ અભદ્ર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી કોમી શાંતિને ડહોળી શકે તેમ હોવાથી પોલીસે ફિરોઝ દીવાન વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફિરોઝ દીવાન ભરૂચની મુન્સી સ્કૂલ પાસે આવેલા સકુન બંગલોઝમાં રહેતો હોવાની વિગતો પોલીસે આપી છે.