Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વૃદ્ધના નિધન બાદ પાર્થિવ દેહને દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે પરિજનોએ કર્યો દાન…

સંકલ્પ ફાઉન્ડેશન-ભરૂચ દ્વારા ભરૂચ શહેર તથા જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવાકાર્ય કરવામાં આવી રહ્યા છે.

ભરૂચ : વૃદ્ધના નિધન બાદ પાર્થિવ દેહને દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે પરિજનોએ કર્યો દાન…
X

ભરૂચમાં રહેતા 95 વર્ષીય જગુભાઈ બેલાણીનું દુઃખદ નિધન થતાં તેમના પરિવારજનો દ્વારા સંકલ્પ ફાઉન્ડેશન-ભરૂચના માર્ગદર્શન હેઠળ મૃતકના પાર્થિવ દેહને યોગ્ય સન્માન આપી દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યો હતો.

છેલ્લા ઘણા વર્ષોથી સંકલ્પ ફાઉન્ડેશન-ભરૂચ દ્વારા ભરૂચ શહેર તથા જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવાકાર્ય કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સંકલ્પ ફાઉન્ડેશન-ભરૂચ દ્વારા વધુ એક સેવાકાર્ય કરવામાં આવ્યું છે. જેમાં 95 વર્ષીય જગુભાઈ બેલાણીનું દુઃખદ નિધન થતાં તેમના પરિવારજનો દ્વારા ભરૂચ રહેતી સુપુત્રી યાત્રીબેન, જમાઈ ડોક્ટર હિમાંશુ માલવણીયા અને મસ્કત સ્થિત સુપુત્રી આશાબેન દ્વારા જગુભાઈનું દેહદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે તેઓએ સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટીનો સંપર્ક કર્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશન-ભરૂચ દ્વારા મૃતકના પાર્થિવ દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં પણ આ પરિવાર દ્વારા ડોક્ટર હિમાંશુ માલવણીયાના પિતા સ્વ. ચંપકલાલ માલવણીયાનું દેહદાન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન-ભરૂચના સ્થાપક સંજય તલાટી, જીતેન્દ્ર પટેલ, ગીરીશ પટેલ, ગૌતમ મહેતા, વિનોદ જાદવ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સેવાયજ્ઞ સમિતિ દ્વારા એમ્બ્યુલન્સની વિશેષ સેવા આપવામાં આવી હતી. પરમ કૃપાળુ પરમાત્મા સદગતની આત્માને શાંતિ આપે અને પરિવાર દ્વારા કરવામાં આવેલ સેવાકીય કાર્યને સમાજ દ્વારા સત સત વંદન કરવામાં આવ્યા છે.

Next Story