ભરૂચ : અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય...

અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીના જન્મદિવસ નિમિત્તે નિલકંઠ ભવન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય...

ભરૂચમાં અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીના જન્મદિવસ નિમિત્તે નિલકંઠ ભવન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચના ટ્રસ્ટી સંજય વસાવાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિલકંઠ ભવન ખાતે સવારે 10થી બપોરે 3 કલાક સુધી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ સહિત અન્ય સમાજના લોકોએ એકત્ર થઈને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. એકત્ર કરાયેલ આ રક્ત ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદો માટે ઉપયોગમાં લેવામાં આવશે.

Latest Stories