ભરૂચ : સમસ્ત વણિક વિકાસ સમાજ દ્વારા વયસ્કોને "બુસ્ટર ડોઝ" આપવાનો કાર્યક્રમ યોજાયો...

ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ખાતે સમસ્ત વણિક વિકાસ સમાજ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે વયસ્કોને બુસ્ટર ડોઝ આપવા માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

Advertisment

ભરૂચ શહેરમાં ફ્રન્ટલાઇન વર્કર અને 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિને વેક્સિનના 2 ડોઝ લીધાને 9 મહિના પૂર્ણ થયા હોય તેવા લોકો માટે બુસ્ટર ડોઝ એટલે કે, ત્રીજો ડોઝ આપવાનો કાર્યક્રમ રોટરી ક્લબ ખાતે યોજાયો હતો. ભરૂચ શહેર વણિક વિકાસ સમાજ અને રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા યોજાયેલ વેક્સિનેશન કેમ્પ દરમ્યાન મોટી સંખ્યામાં વયસ્કો સહિત 150થી વધુ લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 200થી વધુ લોકોને વેક્સિનનો લાભ મળે અને કોરોના મહામારીમાં તેઓને સુરક્ષા કવચ પ્રાપ્ત થાય તે હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વણિક સમાજના પ્રમુખ અનિશ પરીખ, મંત્રી કેતન શાહ, ડો. વિક્રમ પ્રેમકુમાર સહિત ભરૂચ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories