/connect-gujarat/media/post_banners/6efa22b736a8094d30e7e4e818338be67829b7f56a60ffdf8cf20c35dd94cdfd.jpg)
ભરૂચ તાલુકાના દશાન વેરવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ ધ્વારા પંચાયતનો વહીવટ ચલાવાતો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ભરૃચ તાલુકાના દશાન વેરવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ ધ્વારા પંચાયતનો તમામ વહીવટ ચલાવાતો હોવાનો આક્ષેપ કરી તાત્કાલીક અસરથી સરપંચને બરતરફ કરવાની માંગ કરવામાં આવી હતી.દશાનના ગ્રામજનો દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે દશાન વેરવાડાની ગૃપ ગામ પંચાયત આવેલ છે અને હાલમાં સરપંચ તરીકે જયશ્રીબેન બિપીનભાઈ પટેલ છે પરંતુ મહિલા સરપંચ હોવા છતાં મહિલા સરપંચ દ્વારા દશાન વેરવાડા ગૃપ ગામ પંચાયતનો વહીવટ કરવામાં આવતો નથી પરંતુ તેઓના પતિ બિપીભાઈ પોતે જ ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચની ખુરશીમાં બેસી તમામ પ્રકારનો વહીવટ કરે છે. આથી આ બાબતે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.