ભરૂચ : આમોદની ઢાઢર નદીમાં ન્હારી વેલની લીલીછમ જાજમ પથરાતા લોકોમાં ચિંતા, તાકીદે સફાઈ હાથ ધરવાની માંગ...

ભરૂચ : આમોદની ઢાઢર નદીમાં ન્હારી વેલની લીલીછમ જાજમ પથરાતા લોકોમાં ચિંતા, તાકીદે સફાઈ હાથ ધરવાની માંગ...
New Update

ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર રોડ પર આવેલ ઢાઢર નદીમાં ચોમાસા પહેલા મોટી માત્રામાં ન્હારી વેલ ઊગી નીકળતા તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ભરૂચના આમોદ નજીક આવેલ ઢાઢર નદીમાં ઉગી નીકળેલી ન્હારી વેલ એટલી હદે મજબૂત હોય છે કે, જેના કારણે નદીમાં વહેતા પાણીનું વહેણ પણ અટકી શકે છે. અગાઉના વર્ષોમાં પણ ઢાઢર નદીના પાણીથી પુરની પરિસ્થિતિ સર્જાય હતી. જેના કારણે ઢાઢર કિનારે રહેતા દાદાપોર ગામના લોકોએ પુરના પાણીના પ્રવાહમાં જીવના જોખમે ઢાઢર નદીમાં ઉગી નીકળેલી ન્હારી વેલની સફાઈ હાથ ધરી હતી.

તો બીજી તરફ, ઢાઢર નદીમાં આવતા પુરના પગલે નદી કિનારા પર આવેલ ખેતરોમાં પણ પાણી ફરી વળતા જળ બંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી. જેના પગલે ખેડૂતોને પણ મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ઢાઢર નદીમાં આવતા પુરની અસર આમોદ તાલુકાના 7 જેટલા ગામો પર થાય છે. જેના પગલે કેટલાક ગામોના રસ્તા પણ બંધ થઈ જવા પામે છે, ત્યારે તંત્ર દ્વારા તાકીદે ઢાઢર નદીમાં ઉગી નીકળેલ ન્હારી વેલની સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

#Bharuch #Amod News #Dhadhar river #Amod Bharuch
Here are a few more articles:
Read the Next Article