/connect-gujarat/media/post_banners/71bc74725fb1696332fb8c54300c4cb670441763f6abe892bd457480b03cfb22.webp)
ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકાએ ગેરકાયદેસર ચાલતી 5 જેટલી નોનવેજ શોપને સીલ મારી ફૂડ સેફ્ટી એક્ટના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના આમોદ નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતી 5 નોનવેજ શોપને ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ નગરપાલિકા તંત્રએ સીલ કરી કાયદેસરની કાર્યવાહી ધરી હતી.
વર્ષ 2021માં ગુજરાત હાઇકોર્ટમાં ગેરકાયદેસર માંસની દુકાન તેમજ કતલખાના બાબતે પી.આઈ.એલ. દાખલ કરવામાં આવી હતી. જે બાબતે ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કુલ 3221 એડજ્યુકેટીંગ કેસ દાખલ કરવામાં આવ્યા હતાં. તેમજ આમોદ નગરપાલિકા વિસ્તારમાં ફૂડ સેફ્ટી એક્ટના ભંગ બદલ કુલ 5 જેટલી નોનવેજ શોપ વિરુદ્ધ એડજ્યુકેટીંગ કેસ દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ મુજબ ફૂડ સેફ્ટી વિભાગ તરફથી આમોદ પાલિકાને 5 નોનવેજ શોપને સીલ કરવાનો આદેશ મળતાં પાલિકા તંત્ર તરફથી દુકાનોને સીલ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.