ભરૂચ : આમોદ પાલિકાના વોર્ડ નં. 3માં 5 સભ્યોની ખાલી પડેલી માટે 11 ઉમેદવારો આવ્યા ચૂંટણી જંગમાં..!

11 ઉમેદવારો ચૂંટણી જંગમાં સામે આવ્યા છે, જ્યારે વોર્ડ નં. 6માં ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ જોવા મળશે.

New Update
ભરૂચ : આમોદ પાલિકાના વોર્ડ નં. 3માં 5 સભ્યોની ખાલી પડેલી માટે 11 ઉમેદવારો આવ્યા ચૂંટણી જંગમાં..!

ભરૂચ જિલ્લાની આમોદ નગર પાલિકામાં વોર્ડ નં. 3માં 5 સભ્યોની ખાલી પડેલી માટે 11 ઉમેદવારો ચૂંટણી જંગમાં સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાની આમોદ નગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 14 સભ્યોમાંથી 5 સભ્યો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું, ત્યારે રાજીનામું આપેલ 3 વોર્ડના 5 સભ્યોની ખાલી પડતી જગ્યા માટે 21 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જે ફોર્મ પરત ખેંચવા માટે આજરોજ છેલ્લો દિવસ હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેડ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે અપક્ષમાંથી 11 ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાંથી વોર્ડ નં. 4માંથી 2 ફોર્મ, વોર્ડ નં. 3માંથી 2 ફોર્મ અને વોર્ડ નં. 6માંથી 1 ફોર્મ પરત ખેંચાયું હોવાથી વોર્ડ નં. 3માં 5 સભ્યોની ખાલી પડેલી માટે 11 ઉમેદવારો ચૂંટણી જંગમાં સામે આવ્યા છે, જ્યારે વોર્ડ નં. 6માં ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ જોવા મળશે.

Latest Stories