New Update
/connect-gujarat/media/post_banners/2e28e81a50f2b6d534e6fbf4514a511be383bcabb752f2c80ecee3e3de99faad.jpg)
ભરૂચ જિલ્લાના આમોદની રેવા સુગર નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર, કાવી અને વેડચ મળી કુલ 4 પોલીસ મથકના 45 જેટલા પ્રોહિબીસનના ગુન્હામાં જપ્ત કરાયેલ દારૂના જથ્થાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આમોદના રેવા સુગર નજીક નાશ કરવામાં આવ્યો હતો. વિવિધ ગુન્હામાં પકડાયેલા 14,490 વિદેશી દારૂની બોટલ જેની કિંમત 22,39,680 રૂપિયાના મુદ્દામાલ ઉપર પ્રાંત અધિકારી મુકેશ પટેલ, નશાબંધી ઇન્સ્પેક્ટર બી.એસ.તડવી, નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરીની નિગરાનીમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.