ભરૂચ : નવા તવરા નજીક ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક સવાર 3 મિત્રો પૈકી બે મિત્રનું મોત...

ભરૂચ તાલુકાના નવા તવરા નજીક ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા બાઇક પર સવાર 3 પૈકી 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા.

New Update

ભરૂચ તાલુકાના નવા તવરા ગામે રહેતા વિજય વસાવા, કેશવ વસાવા તેમજ શૈલેષ વસાવા નામના ત્રણ મિત્રો મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગત ગુરુવારે મજૂરી કામ કરી સાંજે તેમની બાઈક પર ભરૂચની ઝાડેશ્વર ચોકડી થઈ પરત નવા તવરા તેમના ઘરે જવા માટે નીકળ્યા હતા. તે અરસામાં તેઓ ફોન પર વાત કરવા માટે રોડની સાઈડમાં ઊભા હતા. તે વેળાએ શુકલતીર્થ તરફથી રેતી ભરીને આવતા એક ટ્રક ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ટ્રક હંકારી લાવી તેમની બાઈકને ટક્કર મારતા ત્રણેય મિત્રો અડફેટેમાં આવી ગયા હતા. જેમાં 3 પૈકી 2 મિત્રો વિજય વસાવા તેમજ કેશવ વસાવા પરથી ટ્રકનું ટાયર ફળી વળતાં તેમના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા, જ્યારે ગંભીર ઇજાના પગલે શૈલેષ વસાવાને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે સી’ ડિવિઝન પોલીસે અકસ્માતે 2 લોકોના મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories