Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દહેજ રોડ પર આમદરા ગામ નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત,3 લોકોના મોત

કેમિકલ ભરેલ ટેન્કરના ચાલકે રસ્તે ચાલતી એક મોટર સાયકલને અડફેટે લઇ અકસ્માતની ઘટનાને અંજામ આપતા મોટર સાયકલ પર સવાર એક મહિલા સહિત એક પુરૂષનું મોત નિપજ્યું હતું

X

ભરૂચના દહેજ રોડ પર આવેલ આમદરા ગામ પાસે આજે દહેજ તરફ જતા કેમિકલ ભરેલ ટેન્કરના ચાલકે રસ્તે ચાલતી એક મોટર સાયકલને અડફેટે લઇ અકસ્માતની ઘટનાને અંજામ આપતા મોટર સાયકલ પર સવાર એક મહિલા સહિત એક પુરૂષનું મોત નિપજ્યું હતું તેમજ અકસ્માત બાદ રોડ સાઇડ પર પલ્ટી મારેલ ટેન્કરના ચાલકનું પણ દબાઈ જવાના પગલે મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં પ્રવીણ કુમાર ચંદ્રેશવર મંડલ રહે.મધુબતી, બિહાર, નંદુબેન કાલિદાસ વસાવા રહે,આમદરા તેમજ જીતેન્દ્રસિંગ સુરેન્દ્રકુમાર સિંગ નામના વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ ગ્રામ્ય પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

Next Story