ભરૂચ:અંકલેશ્વર-હાંસોટમાં સરેરાશ 2 ઇંચ કમોસમી વરસાદ, ખેડૂતોના લાલટે ચિંતાની લકીર

શિયાળામાં વરસાદના આગમનથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.માવઠાના કારણે શહેરોમાં જનજીવન અસ્તવ્યસત થયુ છે

New Update
ભરૂચ:અંકલેશ્વર-હાંસોટમાં સરેરાશ 2 ઇંચ કમોસમી વરસાદ, ખેડૂતોના લાલટે ચિંતાની લકીર

ભરૂચ શહેર અને જીલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો બીજી તરફ કસક વિસ્તારમાં ગટરનું દૂષિત પાણી બહાર આવતા વાહનચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી.તે મુજબ ભરૂચ શહેરમાં અને અન્ય તાલુકામાં ગઈકાલે રાત્રે અમી છાંટણા થયા હતા પરંતુ આજે સવારથી જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે.

શિયાળામાં વરસાદના આગમનથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.માવઠાના કારણે શહેરોમાં જનજીવન અસ્તવ્યસત થયુ છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેડુતો ચિંતામાં મુકાયા છે.ભરૂચ શહેર ઉપરાંત અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા, વાલિયા, વાગરા, નેત્રંગ, આમોદ, જંબુસર તાલુકાઓમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.કમોસમી વરસાદ વરસતા નગર સેવા સદન દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલ સ્વચ્છતા અભિયાનની પોલ ખુલ્લી પડી ગઈ હતી. ભરૂચના કસક વિસ્તારમાં ગટરની સાફ સફાઈ ન કરવામાં આવતા ગાત્રનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યુ હતું જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના આંકડા પર:-

અંકલેશ્વર: 2 ઇંચ

આમોદ 2 મી.મી.

જંબુસર 2 મી.મી.

ઝઘડિયા 4 મી.મી.

ભરૂચ 1 ઇંચ

વાગરા 9 મી.મી.

વાલિયા 5 મી.મી.

હાંસોટ 1.5 ઇંચ