ભરૂચ: અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

ભરૂચ જિલ્લા અખંડ આદીવાસી ટ્રસ્ટ જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રેલ્વે ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું

ભરૂચ: અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
New Update

ભરૂચ જિલ્લા અખંડ આદીવાસી ટ્રસ્ટ જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રેલ્વે ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજની 40 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો

આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાએ જે તે સમયે અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડતા - લડતા જણાવ્યું હતું કે, ખરેખર આદિવાસી સમાજએ પ્રગતિ કરવી હોય, સુખી અને સારું જીવન જીવવું હોય તો સમાજના કેટલાક કુરિવાજો અંધશ્રદ્ધા તથા વ્યસનો છોડી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ સાથે એક થઈ સમાજને આગળ ધપાવા પ્રયાસ કરવા જોઈએ ત્યારે ભરૂચ અખંડ આદીવાસી ટ્રસ્ટ દ્વારા જિલ્લાના આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી યુવાનોમાં પણ સમાજ ભાવના કેળવાય અને આદિવાસી સમાજના યુવાનો એક મંચ પર આવીને સમાજ કાર્યમાં સહભાગી બને તેવા પ્રયાસના ભાગરૂપે ભરૂચ શહેરના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદીવાસી ટ્રસ્ટ દ્વારા યુવા જાગૃત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ટુર્નામેન્ટમાં જિલ્લામાંથી આદિવાસી સમાજની 40 ટીમોએ ભાગ લીધો હતો..આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા ,સોમદાસ બાપુ,અખંડ આદીવાસી ટ્રસ્ટના યુવા પ્રમુખ સતીષ વસાવા,સંજય વસાવા,સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટની શરૂઆત ઉપસ્થિત મહેમાનો અને સમાજના અગેવાનોએ ભગવાન શ્રી બિરસામુંડાને ફુલહાર અને દીપ પ્રગટાવી કરી હતી સાથેજ પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ઝઘડિયાના બાબગોડના સિદીબાદશાહઓ દ્વારા પરંપરાગત આદિવાસી નુત્ય પણ કરવામાં આવ્યું હતું

#Bharuch #Gujarat #CGNews #organized #Cricket Tournaments #awareness cricket tournament #Akhand Adivasi Trust
Here are a few more articles:
Read the Next Article