ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાર ગામની સીમમાં સમારકામ માટે ગયેલ વીજ કર્મચારીને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં ઝઘડિયા તાલુકાના તેજપુર ગામના વતની રવિન્દ્ર વસાવા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે,, તેઓ આજરોજ તેમની ટીમ સાથે પોરા ગામના ફીડરના કરાર ગામની સીમમાં વીજ સમારકામ માટે ગયા હતા, જ્યાં કરાર ગામની સીમમાં સમારકામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક રવિન્દ્ર વસાવાને વીજ કરંટ લાગતાં નીચે જમીન પર પટકાયા હતા, વીજ કરન્ટ લાગ્યા બાદ નીચે પકવવાથી અર્ધ બેભાન અવસ્થામાં આવી ગયા હતા. ત્યારબાદ તેમની સાથેના અન્ય કર્મચારીઓ દ્વારા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અવિધા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર અવિધા હોસ્પિટલના તબિબે રવીન્દ્ર વસાવાને મૃત જાહેર કર્યા હતા.