ભરૂચ:આમોદના નાહિયેર નજીક અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો

New Update
ભરૂચ:આમોદના નાહિયેર નજીક અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના આમોદ તાલુકાનાં નાહિયેર ગામના બસ સ્ટેન્ડ નજીક અજાણ્યા વાહન ચાલકે મંદિરેથી દર્શન કરી ઘરે ફરતા વૃધ્ધને ટક્કર મારતા તેઓનું સારવાર પહેલા જ કરૂણ મોત નીપજયું હતું. આમોદ તાલુકાનાં નાહિયેર ગામના વણકરવાસમાં રહેતા કનુભાઈ મકવાણાના પિતા પ્રભુ મકવાણા ગતરોજ સાંજના સમયે નાહિયેર સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે દર્શન કરવામાં માટે ગયા હતા જેઓ પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન ગામના બસ સ્ટેન્ડ નજીક અંધારામાં ચાલતા જઈ રહ્યા હતા તે વેળા પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે 108 સેવાની મદદ વડે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા અકસ્માત અંગે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Latest Stories