Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આંગણવાડી બહેનોએ કલેક્ટર કચેરીમાં કર્યું વિરોધ પ્રદર્શન, ભારે સૂત્રોચ્ચાર કરાયા

ગુજરાત આંગણવાડી વર્કરના રાજ્યવ્યાપી વિરોધ આંદોલન વચ્ચે ભરૂચ જિલ્લાની બહેનો દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું

X

ગુજરાત આંગણવાડી વર્કરના રાજ્યવ્યાપી વિરોધ આંદોલન વચ્ચે ભરૂચ જિલ્લાની બહેનો દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

રાજ્યભરમાં આંગણવાડી બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયું છે ત્યારે ભરૂચ જીલ્લામાં પણ આંગણવાડી બહેનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પગાર વધારો, વયમર્યાદા 60 વર્ષની કરવા, યુ.પી. ની જેમ ગેલેક્ષી મોબાઈલ આપવા, પેંશન, પ્રોવિડન્ડ ફંડ, પોષણ સુધા તેમજ ફેરબદલીની તકના મુદાને લઈ મુખ્યમંત્રીને સંબોધતુ આવેદન જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારની જેમ નિવૃત્તિ વયમર્યાદા 58 થી 60 વર્ષ કરવા. પેંશન તેમજ પ્રોવિડડ લાગુ કરવા. પોષણ સુધાના રૂપિયા 19 અપાતા વધારી રૂપિયા 80 કરવા. જિલ્લા તાલુકા ફેરબદલીમાં એક તક આપવા રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રેજ્યુઇટી રકમ સુપ્રીમના આદેશ મુજબ આપવા, સરકારી કર્મચારીઓને મળતું લઘુતમ વેતન ચૂકવવા તેમજ 2019માં અપાયેલા મોબાઈલ ચાલતા ન હોય સારી કંપની અને ક્વોલિટીના મોબાઈલ આપવા પણ આંગણવાડી બહેનો દ્વારા માંગણી કરવામાં આવી હતી.

Next Story