/connect-gujarat/media/post_banners/bd01dd7130f632e90aa46b93ba5d4d0325aa64b576735b813f79a44a01dcfec4.jpg)
ભરૂચના અંકલેશ્વર ખાતે રૂપાણી સરકારના 5 વર્ષ નિમિત્તે રોજગાર દિનની ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના 5 વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચના અંકલેશ્વર ડી. એ. આનંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈની અધ્યક્ષતામાં રોજગાર દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સુરત ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં યોજાયેલ રોજગાર દિનના કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોજગાર વાંછુકોને રોજગાર નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, જિલ્લા કલેકટર ડો.એમ.ડી મોડીયા, પ્રાંત અધિકારી રમેશ ભગોરા સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.