ભરૂચ: અંકલેશ્વરમાં લૂંટેરી દુલહન ઝડપાઇ , સુહાગરાતના સ્વપ્ન બતાવી યુવક પાસેથી રૂ. 13.79 લાખ પડાવ્યા

અંકલેશ્વરમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો બહાર આવ્યો, લગ્નના સ્વપ્ન બતાવી યુવાના પાસે રૂ.13.15 પડાવ્યા.

New Update
ભરૂચ:  અંકલેશ્વરમાં લૂંટેરી દુલહન ઝડપાઇ , સુહાગરાતના સ્વપ્ન બતાવી યુવક પાસેથી રૂ. 13.79 લાખ પડાવ્યા

લૂંટેરી દુલ્હનના અત્યાર સુધી અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. જોકે મેટ્રોમોનિયલ સાઇટ ઉપર લગ્ન કરવાની હામી ભરી લગ્ન પહેલા જ યુવતીએ સુહાગરાતના સપના બતાવી યુવાન પાસેથી ₹13.79 લાખ પડાવી લઇ લગ્નના નામે ઠેંગો બતાવી દીધો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. અંકલેશ્વરમાંથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં બંગાળી બાબુને લગ્નના નામે લૂંટનાર બંગાળી યુવતીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે.

અંકલેશ્વરમાં રહેતા અને મૂળ પશ્ચિમ બંગાળના યુવકને બેન્ગાલી મેટ્રોમોનિયલ સાઈટ પર યુવતી સાથે ઓળખાણ થઈ હતી. લગ્નવાંચ્છુ યુવકને આ યુવતીએ લગ્નની લાલચ આપીને ₹ 13.79 લાખ પડાવી લીધા હતા. ભેજાબાજ યુવતીએ લગ્ન કરવાની ના પાડીને રૂપિયા પરત ન કરતા આખરે આ મામલો શહેર પોલીસ મથકમાં નોંધાયો હતો. અને શહેર પોલીસે યુવતીની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.અંકલેશ્વરના ગડખોલ પાટીયા પાસે મકાન નંબર 15, શ્યામધામ સોસાયટીમાં રહેતા અમિતકુમાર બિસનુપદ સામંતે લગ્ન માટે બેન્ગાલી મેટ્રોમોનિયલ સાઈટ પર પોતાનું એકાઉન્ટ ખોલાવીને રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ, આ સાઈટ પર તેને સુપ્રિયા તપનકુમાર મજમુદાર રહેવાશી ભટ્ટ નગર, બેલી મ્યુન્સીપાલિટી વેસ્ટ બંગાળ સાથે પરિચય થયો હતો.યુવતીનો ફોટો પસંદ પડતા અમિતકુમારે યુવતી સુપ્રિયા સાથે વાતચીત શરૂ કરી હતી, અને વોટ્સએપ દ્વારા રસભર વાતચીતનો દોર આગળ વધ્યો હતો.

જોકે એકાદ અઠવાડિયાના સમય વીત્યા બાદ યુવતીએ અમિતને તેની માતા બાથરૂમમાં પડી ગઈ છે અને સારવાર માટે રૂપિયા જોઈએ છે, તેમ કહીને પ્રથમવાર રૂપિયા 5000 પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ ઓપરેશન માટે 25000 રૂપિયા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.આ સિલસિલો યથાવત રહ્યો હતો. ભેજાબાજ યુવતીએ અમિત પાસેથી વીમા પ્રીમિયમ, મેડિકલ, ખરીદી અન્ય જરૂરિયાતો સહિત નિત નવા બહાના હેઠળ અંદાજીત કુલ ₹ 13.79 લાખ પડાવી લીધા હતા. અમિત દ્વારા તેને લગ્ન માટે પુછવામાં આવતા સુપ્રિયાએ બહાના કાઢવાનું શરુ કર્યુ હતુ, પરંતુ સમય જતા અમિતને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું માલુમ પડતા તેણે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભેજાબાજ બંગાળી યુવતી સુપ્રિયા મજમુદારની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે. 

Latest Stories