ભરૂચ:અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી પિસ્ટલ અને 5 કારતૂસ ઝડપાયા, પોલીસે એક ઇસમની કરી ધરપકડ

New Update
ભરૂચ:અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી પિસ્ટલ અને 5 કારતૂસ ઝડપાયા, પોલીસે એક ઇસમની કરી ધરપકડ

ભરૂચ એસ.ઓ.જી.પોલીસે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મારુતીધામ-૨ સોસાયટીમાં રૂમની બહાર મુકેલ લાકડામાંથી દેશી બનાવટ પિસ્ટલ,પાંચ કારતુસ મળી એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

ભરૂચ એસ.ઓ.જી.પોલીસ મથકના એ.એસ.આઈ.કનકસિંહ સહિતનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મારુતીધામ-૨ સોસાયટીમાં મકાન નંબર-૧૯૮માં રહેતો બબલુકુમાર નરેશ મંડલે પોતાના ઘરમાં જીવતા કારતુસ સાથે પિસ્ટલ સંતાડી રાખેલ છે.

જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ઘરમાં તપાસ કરતા કંઈપણ હાથ નહિ લગતા પોલીસે રૂમની બહાર મુકેલ લાકડા નીચે તપાસ કરતા ત્યાં જાંબલી થેલીમાં સંતાડેલ દેશી બનાવટ પિસ્ટલ અને પાંચ જીવતા કારતુસ મળી આવ્યા હતા પોલીસે બબલુકુમાર નરેશ મંડલની અટકાયત કરી તેની પુછપરછ કરતા આ પિસ્ટલ સાથે જીવતા કારતુસ મંગલદીપ સોસાયટીમાં રહેતો મુકેશ વાસુદેવ મંડલ ૧૫ દિવસ પહેલા આવી મુકવા આવ્યો હોવાનું જણાવ્યું હતું અને બંને ઈસમોએ સાથે મળી લાકડા નીચે હથિયાર છુપાવ્યું હોવાનું કબુલ કર્યું હતું પોલીસે બબલુકુમાર મંડલ અને મુકેશ મંડલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Latest Stories