/connect-gujarat/media/post_banners/19d9dc8c83042f0e65a8435096798033e3c941d037a0531c645948292d92340d.jpg)
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મણ નગરમાંથી જી.આઈ.ડી.સી.પોલીસે બે બોગસ તબીબોને ઝડપી પાડી પાંચ હજારની દવા જપ્ત કરી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં ભાડે દુકાનો લઇ ફેક ડોકટરનો ધીકતો ધંધો કરતા બોગસ તબીબો સામે જી.આઈ.ડી.સી.પોલીસે લાલ આંખ કરી છે. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સારંગપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મણ નગરમાં ભાડાની દુકાનમાં ડીગ્રી વિના દવાખાનું ખોલી બે ઈસમો મેડીકલ પ્રેક્ટીસ કરી રહ્યા છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી મેડીકલ સાધનો અને દવાઓ સહીતના સાધનો મળી કુલ પાંચ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ડીગ્રી વિના મેડીકલ પ્રેકટીસ કરતા મૂળ વેસ્ટ બંગાળ અને હાલ જીતાલીની આઈ.એફ.રેસીડેન્સીમાં રહેતો તુષાર શ્યામ રોય અને ક્રિષ્ના સંતુ મુરારીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.