અંકલેશ્વરની સૂરવાડી રેલ્વે ફાટક પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજની કામગીરી અધૂયારી હોવા છતા વાહન ચાલકોએ તેનો ઉપયોગ શરૂ કરી દેતા અકસ્માતની ભીતિ સેવાય રહી છે.
અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી અને ભરૂચને જોડાતા ગડખોલ ફાટક જિલ્લાના પ્રથમ ટી બ્રિજની બીજા ફેઝની કામગીરી પૂર્ણ થઇ નથી.છતાં અચાનક બ્રિજ ચાલુ થઇ ગયો છે. ઓએનજીસી ઓવરબ્રિજ નીચેથી ઉપર તરફ જતો માર્ગ અધૂરો છે તેનું ડામર વર્ક હજી બાકી છે. તો બ્રિજ ઉપર જ્યાં ત્રણ રસ્તા ભેગા થાય છે ત્યાં સર્કલ બનાવવાની કામગીરી પણ બાકી છે.
આ વચ્ચે અચાનક અંકલેશ્વર જીઆઇડીસી તરફ થી ભરૂચ તરફ જતા માર્ગ પર લોકો વાહનો બ્રિજ પરથી પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.વાહન ચાલકોએ બ્રિજની બીજા ફેઝની કામગીરી પૂર્ણ થાય તે પહેલા તેનો ઉપયોગ શરુ કરી દીધો છે ત્યારે અધુરી કામગીરી વચ્ચે બ્રિજ શરૂ થઈ જતા અકસ્માતની ભીતિ સેવાય રહી છે.