ભરૂચ- અંકલેશ્વરના વાતાવરણમાં પલટો, ઠંડા પવન સાથે વરસાદી છાંટા વરસ્યા.

ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઠંડા પવન સાથે કમોસમી વરસાદના છાંટા વરસ્યા હતા.

New Update
ભરૂચ- અંકલેશ્વરના વાતાવરણમાં પલટો, ઠંડા પવન સાથે વરસાદી છાંટા વરસ્યા.

ભરૂચ ને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઠંડા પવન સાથે કમોસમી વરસાદના છાંટા વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો ગતરોજ મોડી રાત્રે ભરૂચ શહેર તેમજ અંકલેશ્વરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા વરસ્યા હતા. ભરૂચ શહેરની વાત કરીએ તો ભરૂચ શહેરના પાંચબત્તી, રેલવે સ્ટેશન,મહંમદપુરા, શક્તિનાથ, સેવાશ્રમ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તો આ તરફ અંકલેશ્વર જીઆઇડીસી અને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના છાંટા જોવા મળ્યા હતા. તો બીજી તરફ ભારે પવન પણ ફૂંકાયો હતો. ઠંડા પવનના કારણે ઠંડીનો પણ અનુભવ થયો હતો.વરસાદના કારણે ખેડૂતોના માથા પર ચિંતાની લકીર જોવા મળી રહી છે