ભરૂચ : BDMAની વાર્ષિક સાધારણ સભા યોજાય, નવનિયુક્ત પ્રમુખ દેવાંગ ઠાકોરે કાર્યભાર સંભાળ્યો...

BDMA ની વાર્ષિક સાધારણ સભા યોજાયહતી. જેમાં નવનિયુક્ત પ્રમુખ દેવાંગ ઠાકોરે કાર્યભાર સભાળ્યો હતો.

New Update
ભરૂચ : BDMAની વાર્ષિક સાધારણ સભા યોજાય, નવનિયુક્ત પ્રમુખ દેવાંગ ઠાકોરે કાર્યભાર સંભાળ્યો...

ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાયહતી. જેમાં નવનિયુક્ત પ્રમુખ દેવાંગ ઠાકોરે કાર્યભાર સભાળ્યો હતો. છેલ્લા 3 વર્ષથી કાર્યરત પ્રમુખ એવા હરીશ જોશીના કાર્યકાળ દરમ્યાન BDMAએ નવી ઉંચાઈઓ હાંસલ કરી છે. જે માટે તેમના નેતૃત્વને બિરદાવવામાં આવ્યું હતું.


કોરોના કાળ દરમ્યાન ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશને ઓનલાઈન વિવિધ કાર્યક્રમોની શ્રેણીઓ યોજી હતી, અને આ તબક્કાનો માહિતીના આદાન-પ્રદાન અને જ્ઞાન વર્ધન માટે ઉપયોગ કર્યો હતો. BDMAના તમામ સભ્યોએ હરીશ જોશી તેમજ તેમની આખી ટીમને પ્રશંશનીય કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. BDMAના પ્રમુખ તરીકે ભરૂચના અગ્રણી અને સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલ દેવાંગ ઠાકોરને નવપ્રમુખ તરીકે જાહેર કરાયા હતા. તેમની સાથે ઉપપ્રમુખ તરીકે પ્રવીણ દાન ગઢવી, ઉધોગપતિ સુનિલ ભટ્ટ માનદમંત્રી તરીકે, એ.કે.સહાની સહમંત્રી તરીકે, ટ્રેઝરર તરીકે અર્પિતા શાહ સહિત કારોબારી ટીમને નિયુકત કરાયા હતા. રિજન્ટા હોટલ ખાતે યોજાયેલ BDMAની વાર્ષિક સભાને પૂર્વ પ્રમુખ અશોક પંજવાણી અને સી.ઈ.ઓ ફોરમના ચેરમેન હરેન્દ્રસિંહ ઠાકુરે સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગગૃહો સાથે સંકળાયેલા કંપનીના અધ્યક્ષો તેમજ ફોરમ ચેરમેન, કો-ચેરમેન અને મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.

Latest Stories