New Update
/connect-gujarat/media/post_banners/124726da0c33c81a47c4ae2d258811ba0b5504623fccf1527234fd180edfdadf.jpg)
ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલ સિદ્ધનાથનગર નજીક નિલકંઠ મહાદેવની વાડીમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરતાં ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાય હતી.
ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલ સિદ્ધનાથનગર નજીક ફરસરામી દરજી પંચ સંચાલિત નિલકંઠ મહાદેવની વાડી આવેલી છે. જેમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી ભારે આતંક મચાવ્યો છે. ગત રાત્રી દરમ્યાન અસામાજીક તત્વોએ વાડીના નવા હોલની બારીના કાચ સહિત CCTV કેમેરાને પથ્થર મારી તોડીને નુકશાન પહોચાડ્યું હતું. જોકે, વહેલી સવારે વાડીએ પહોંચતા ટ્રસ્ટીઓને આ મામલાની જાણ હતી. સમગ્ર બનાવના પગલે ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાય હતી.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/27/mixcollage-27-jul-2025-09-14-pm-1191-2025-07-27-21-16-35.jpg)
LIVE