ભરૂચ : સેવાભાવી સંસ્થાઓ આયોજીત કૃત્રિમ અંગદાન કેમ્પનું થયું સમાપન

કારણોસર અંગો ગુમાવી દેનારા લોકોને રોટરી કલબ તથા ઇનર વ્હીલ કબલ તરફથી કૃત્રિમ અંગોનું વિતરણ કરી તેમના જીવનમાં ખુશીઓનો પ્રકાશ રેલાવવામાં આવ્યો.

New Update
ભરૂચ : સેવાભાવી સંસ્થાઓ આયોજીત કૃત્રિમ અંગદાન કેમ્પનું થયું સમાપન

અકસ્માત કે અન્ય કારણોસર અંગો ગુમાવી દેનારા લોકોને રોટરી કલબ તથા ઇનર વ્હીલ કબલ તરફથી કૃત્રિમ અંગોનું વિતરણ કરી તેમના જીવનમાં ખુશીઓનો પ્રકાશ રેલાવવામાં આવ્યો.

ઇનરવ્હીલ કલબ ઓફ ભરૂચ, ઇનરવ્હીલ કલબ ઓફ થાને તેમજ રોટરી કલબ ઓફ વાગરાના સંયુકત ઉપક્રમે કૃત્રિમ અંગદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. અકસ્માત કે અન્ય કારણોસર અંગો ગુમાવી દેનારા લોકોને વિનામુલ્યે અંગો આપવામાં આવ્યાં. કેમ્પનો સમાપન સમારંભ ભરૂચની પ્રિતમ નગર સોસાયટીના કોમ્યુનીટી હોલમાં યોજવામાં આવ્યો હતો. આ અવસરે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઇનરવ્હીલ કલબના ડીસ્ટ્રીકટ ચેરપર્સન સુષ્મા અગ્રવાલ, ઇવેન્ટ ચેરપર્સન પુનમ શેઠ, જાબીર પટેલ, ઇનરવ્હીલ કબલ ભરૂચના પ્રમુખ રીઝવાના જમીનદાર, ઇનરવ્હીલ કલબ ઓફ થાને ગાર્ડનસીટીના પ્રમુખ અનીતા થાનાવાલા, રોટરી કલબ ઓફ વાગરાના પ્રમુખ મહંમદભાઇ સહિતના આમંત્રિત મહેમાનો અને લાભાર્થીઓ હાજર રહયાં હતાં.

Latest Stories