/connect-gujarat/media/post_banners/63fda7233aa19cf1589d12e79dc9e1e91b797357c3b270a297b77e97c0b6865b.jpg)
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના રમતવીરોએ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીથી ભરૂચ રેલ્વે સ્ટેશન સુધી હાથમાં તિરંગો લઈને 5 કિલોમીટર લાંબી દોડ પૂર્ણ કરી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેરના શક્તિ સ્પોર્ટસ એથલટીકસના કોચ વિઠ્ઠલ શિંદે દ્વારા પોલીસ અધિક્ષકની કચેરીથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી રમતવિરોની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રમતવીરો હાથમાં તિરંગો લઈને 5 કિલોમીટર લાંબી દોડ પૂર્ણ કરી લોકોને પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે જાગૃત કર્યા હતા. આ દોડમાં સ્ટેટ પ્લેયર કે, જેમને ભરૂચ ગર્લ્સ પાવર તરીકે ઓળખવામાં આવે છે તે દોડવીરના નેતૃત્વમાં શક્તિ સ્પોર્ટસ એથલટીકસના નેશનલ અને સ્ટેટના 50થી વધુ રમતવીરોએ આ દોડમાં ભાગ લીધો હતો.