ભરૂચ : ભાજપ સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે જંબુસરના અણખી ગામેથી યુવા મોરચા દ્વારા બાઇક રેલીનો પ્રારંભ...

ભરૂચ : ભાજપ સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે જંબુસરના અણખી ગામેથી યુવા મોરચા દ્વારા બાઇક રેલીનો પ્રારંભ...

New Update
ભરૂચ : ભાજપ સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે જંબુસરના અણખી ગામેથી યુવા મોરચા દ્વારા બાઇક રેલીનો પ્રારંભ...

આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ ભાજપના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા જંબુસર તાલુકાના અણખી ગામેથી બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા વિસ્તારોમાં યુવા ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ યુવા ભાજપ મોરચાના પ્રમુખ રૂષભ પટેલની અધ્યક્ષતામાં અણખી ગામેથી બાઇક રેલીનું શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ બાઈક રેલી ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા વિસ્તારમાં તબક્કાવાર ફરી સ્વાતંત્ર સેનાની, શહિદ પરિવાર તેમજ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના ઘરના આંગણાની માટી કળશમાં લેવામાં આવશે, આ માટી કળશ લઇ પ્રદેશ યુવા પ્રમુખ આગામી તા. 26મી એપ્રિલના રોજ નેત્રંગ ખાતે પ્રદેશની બાઈક યાત્રાને અર્પણ કરશે. આ પ્રસંગે યુવા ભાજપ પ્રમુખ રૂષભ પટેલ, મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા, શક્તિસિંહ પરમાર, જયદીપ પટેલ, પાર્થ પટેલ, ભાવિક પટેલ અને અમિત રબારી સહિત જંબુસર તાલુકાના યુવા મોરચાના સદસ્ય અને મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહી બાઈક રેલીને સફળ બનાવી હતી.