Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પૂરના પાણી ઓસરતાં પાલિકા તંત્ર સજ્જ થયું, સફાઇ કામગીરીનો પ્રારંભ કરાયો…..

પુરના પાણી ઓસરતા આ વિસ્તારોમાં ગંદકીના થર જામ્યા છે. જેના પગલે પાલિકા તંત્ર તરત જ એક્શનમાં આવ્યું છે.

X

નર્મદા નદીમાં પૂરના કારણે આખું ભરુચ શહેર પાણીમાં તરબોળ થઈ ગયું હતું ત્યારે હવે પૂરના પાણી ઓસરતા પાલિકા તંત્ર દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ 42 ફૂટની સપાટીએ પહોંચતા નદીમાં આવેલા પૂરના કારણે ભરૂચ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં દાંડિયા બજાર, ધોળીકુઈ, ફુરજા સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. પૂરના પાણી સાથે કચરો તેમજ માટી કાદવ-કીચડ પણ ખેંચાઈ આવતા પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. ત્યારે હવે પુરના પાણી ઓસરતાં જ પાલિકા તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.

પુરના પાણી ઓસરતા આ વિસ્તારોમાં ગંદકીના થર જામ્યા છે. જેના પગલે પાલિકા તંત્ર તરત જ એક્શનમાં આવ્યું છે. ભરૂચના ચીફ ઓફિસર અને પાલિકા કર્મચારીઓ સાથે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપ પ્રમુખ અક્ષર પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સહિત પાલિકાના સભ્યો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઉતરી પડયું છે. ભરૃચ ઉપરાંત જંબુસર, બારડોલી, બીલીમોરા પાલિકા કર્મચારીઓની 15 જેટલી ટીમો, જેસીબી અને ટ્રેકટરો દ્વારા રાતોરાત સફાઈમાં જોતરાઈ ગયા હતા. ભરૂચમાં પુરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ના ફાટી નીકળે તે માટેની તકેદારી રાખી પાલિકા તંત્ર સજજ બન્યું છે.

Next Story