ભરૂચ: આશાવર્કર- ફેસીલીટેટર બહેનોને તાત્કાલિક ઇન્સેન્ટિવ વધારો ચૂકવવાની માંગ,કલેક્ટર કચેરી પર યોજાયુ વિરોધ પ્રદર્શન

આશાવર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોને તાત્કાલિક ઇન્સેન્ટિવ વધારો ચૂકવવાની માંગ સાથે મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી

ભરૂચ: આશાવર્કર- ફેસીલીટેટર બહેનોને તાત્કાલિક ઇન્સેન્ટિવ વધારો ચૂકવવાની માંગ,કલેક્ટર કચેરી પર યોજાયુ વિરોધ પ્રદર્શન
New Update

રાજ્ય સરકારે જાહેર કરેલ પગાર વધારા મુજબ ભરૂચ જિલ્લાના આશાવર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોને તાત્કાલિક ઇન્સેન્ટિવ વધારો ચૂકવવાની માંગ સાથે મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી

ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં કામ કરનાર આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટર બહેનોને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી પ્રોત્સાહન દર માટે રૂ.2500 નો વધારો તેમજ આશા ફેસીલીટેડ બહેનોને દર માસે 2000 રૂપિયાનો વધારો તારીખ 1-10- 2022 થી ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યાર બાદ જાહેર કરેલ પગાર વધારો ચૂકવવામાં ના આવતા ભરૂચ કલેક્ટર કચેરી ખ્હાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.મળવા પાત્ર તમામ પગાર વધારો તાત્કાલિક ધોરણે ચૂકવી આપવાની માંગ સાથે કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી આને જો માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

#Bharuch #Gujarat #increase #Protest #demand #Collector #Asha worker #incentive
Here are a few more articles:
Read the Next Article