ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગના બાળકો માટે મેડિકલ કેમ્પ યોજાયો...

ત્રાલસા ગામ સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગના બાળકો માટે મેડિકલ કેમ્પ યોજાયો...

ભરૂચના ત્રાલસા ગામ સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના 6 ગામના 380 બાળકો માટે મૂળ ભરૂચના અને હાલ અમેરિકા સ્થાયી થયેલ તબીબ દંપતિએ સંસ્થાના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું.

ભરૂચના ત્રાલસા ગામ સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલના અમેરિકાના મિત્ર ડૉ. રાજન જોષી અને ડૉ. શોભના જોષીના સહયોગથી હાલ બાળકોની ચકાસણી તથા નિદાન પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. હાલ 200 જેટલા બાળકોનું નિદાન તબીબ દંપતિ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાંથી 5થી 6 બાળકોમાં હૃદયની, અને અન્ય બાળરોગોની ગંભીર તકલીફો જણાયેલ છે. કુલ 380 ગુરુકુલમના બાળકો અને અસ્મિતા નિવાસી શાળાના 100 જેટલા મનોદિવ્યાંગ બાળકોનું નિદાન કરી જરૂર મુજબ આગળની મેડિકલ કાર્યવાહી કરવામાં આવનાર છે, ત્યારે સંસ્થાના સ્થાપક પરિવાર અને ટ્રસ્ટ મંડળના અથાગ પ્રયત્નો દ્વારા આ ઉત્તમ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થાની આજુબાજુના ત્રાલસા, કુવાદર, દયાદરા, બોરી, પીપળીયા અને હલદર એમ કુલ 6 ગામોમાં ગુરુકુલમ જ્ઞાન વર્ગો ચાલી રહ્યા છે. ધોરણ 1થી 8માં અભ્યાસ કરતાં અને આર્થિક રીતે નબળા પરિવારો માટે સંસ્થા દ્વારા જે તે ગામોમાં શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. સાથે સાથે, વૈદિક શિક્ષણ, ભારતીય સંસ્કૃતિના સંસ્કારો નાની ઉંમરથી જ બાળકોમાં જળવાય રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

Read the Next Article

ભરૂચ: સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સંત નિરંકારી મિશન દ્વારા આયોજન

  • ઝોનલ બાળ સમાગમ યોજાયું

  • બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

  • મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા
ભરૂચ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, બીલ, રાજપીપળા અને વલ્લભ વિદ્યાનગરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણ છાબડાજીના હસ્તે બાલ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડેલ્સ અને ચિત્રકળા પ્રદર્શિત કરવામાં આવી હતી.બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.આ સમાગમને સફળ બનાવવા માટે ભરૂચ ઝોનના સેવાદળના સ્વયંસેવકો અને નિરંકારી મિશનના અધિકારીઓએ અવિરત મહેનત કરી હતી.