/connect-gujarat/media/post_banners/8df10df8edf9cea6c404d6f9ed44c04f4cb733cdfdde2fcbe9b33868913b1478.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉટિયા ગામની સીમમાં ખેડૂત પર હુમલો કરનાર માથાભારે પશુ પાલકો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉટિયા ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર, ઝઘડીયા તાલુકાના ઉટિયા ગામની સીમમાં આવેલ ખેતરોમાં શેરડી, જુવાર, તલ, તુવેર અને કપાસ સહિતના પાકો હાલમાં ઉભા છે, ત્યારે દધેડા ગામની સીમમાં પેપ્સી ચોકડી પાસે રહેતા પશુ પાલકોએ ખેડૂત દલપત પટેલના ખેતરમાં પશુઓ ઘુસાડી ભેલાણ કરતાં ખેડૂતે પશુઓ ખેતરમાંથી હાંકી મુક્તા માથાભારે પશુ પાલકોએ ખેડૂતને માથાના ભાગે ડાંગ વડે સપાટો મારતા માથાના ભાગે ફ્રેકચર કરી ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસે 307ની કલમ નહીં ઉમેરી પશુ પાલકોને છાવરતી હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે, ત્યારે ખેડૂતોના ઊભા પાકમાં ભેલાણ કરી નુકશાન કરવા સાથે દાદાગીરી કરતાં માથાભારે પશુ પાલકો સામે કડક રાહે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો તંત્ર કડક પગલાં નહીં ભરે તો ખેડૂતો સહિત ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.