Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જોલવા ગામમાં અગાઉના ઝઘડાની રીસ રાખીને 3 લોકો પર હુમલો,પોલીસે તપાસ શરૂ કરી

જોલવા ગામમાં ગતરોજ અગાઉના ઝઘડાની રીસ રાખીને કારમાં આવેલા ઇસમોએ ગામના ત્રણ લોકો ઉપર લાકડીથી જાનલેવા હુમલામાં કોંગી આગેવાન સુલેમાન પટેલનો હાથ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

X

ભરૂચના વાગરા તાલુકાના જોલવા ગામમાં ગતરોજ અગાઉના ઝઘડાની રીસ રાખીને કારમાં આવેલા ઇસમોએ ગામના ત્રણ લોકો ઉપર લાકડીથી જાનલેવા હુમલામાં કોંગી આગેવાન સુલેમાન પટેલનો હાથ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચના વાગરા તાલુકાના જોલવા ગામમાં 21 મી ઓક્ટોબરના રોજ ગામના પાદરે આવેલા બાંકડા ઉપર ગામના મહોમદ આરીફ મુનાવર હુસેન સૈયદ,ઇલ્યાસ મુસાભાઈ પટેલ,નટવર લક્ષ્મણભાઈ પ્રજાપતિ, મહેન્દ્રસિંહ ભગવાન ડોડીયા,ભૂપત માધવસિંહ પરમાર,ભીમા ઈશ્વરભાઈ પ્રજાપતિ અને જુબેર યુસુફ પટેલ બેસીને વાતચીત કરી રહ્યા હતાં. આ સમયે ઇલ્યાસ પટેલે જણાવ્યું હતું કે,20 મી ઓક્ટોબરના રોજ રાત્રીના જાકિર વલી પટેલના છોકરાને સફિક ધમકાવતો હતો,જેથી અમે તેમનું સમાધાન કરાવ્યું હતું.આ સમયે ગામના કોંગી આગેવાન સુલેમાન પટેલના કહેવાથી સફિક પટેલ અને મહોમદ સિંધી અને ઐયુબ સિંધી સાથે અન્ય ઈસમો ઇકોકારમાં આવી સફિકે ઇલ્યાસ પટેલ ઉપર લાકડી અને ડાંગ વડે હુમલો કરીને માર મારી રહ્યા હતાં.આ સમયે આરીફ મુનાવર સૈયદને પણ માથામાં અને પીઠના ભાગે લાકડીના સપાટા મારતા તેઓ નીચે પડી ગયા હતાં. જ્યારે નટવર પ્રજાપતિને પણ લાકડાથી માર મારતા તેઓને માથામાંથી લોહી નીકળવા લાગતા ભરૂચ સીવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાવ્યા હતા.આ મામલે ઇજાગ્રસ્તોએ આરોપીઓમાં સુલેમાન પટેલ,સફિક અને મહોમદ સિંધી અને ઐયુબ સિંધીના માણસોનું નામ લખાવતા પોલીસે 307 સહિતની કલમો નોંધી તપાસ હાથ ધરી છે.જયારે આ મામલે રવિવારના રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા એસપી મયુર ચાવડાની મુલાકાત લઈ આ ઘટનામાં સુલેમાન પટેલ હાજર ન હોય અને તેમનું નામ ખોટી રીતે સંડોવી તેમના ઉપર 307 જેવી કલમો લગાવી છે તે હટાવી લેવાની રજૂઆતો કરી હતી.

Next Story