Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દહેજના મની એક્સચેન્જર પર હુમલો કરી રૂ.9 લાખની લૂંટથી ચકચાર, પોલીસે શરૂ કરી તપાસ

ભરૂચના દહેજના મની એક્સચેન્જર પર હુમલો કરી લૂંટારું રૂપિયા 9 લાખ રોકડા લૂંટી ચલાવી ફરાર થઇ ગયા હતા.

X

ભરૂચના દહેજના મની એક્સચેન્જર પર હુમલો કરી લૂંટારું રૂપિયા 9 લાખ રોકડા લૂંટી ચલાવી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ અમદાવાદના શાહીબાગ અને હાલ દહેજ જૂની પંચાયત ખાતે રહેતા અશોકકુમાર ગૌતમભાઈ મોહતા મની એકસેન્જરનો ધંધો કરે છે. સોમવારે રાતે તેઓ બાઇક ઉપર જોલવાથી દહેજ તરફ આવી રહ્યાં હતાં.તેમની પાસે ઉઘરાણીના રોકડા 9 લાખ હતા. કાળી બેગમાં રોકડા ભરી પીઠ પર બેગ ભેરવી તેઓ બાઇક લઈને રાતે 9 થી સવા નવ વાગ્યાના અરસામાં સેઝ વનના ગેટ નજીકથી પસાર થઈ રહ્યાં હતાં.ત્યારે પાછળથી હુમલાખોરો આવ્યા હતા. બાઇક પર જઈ રહેલા યુવાન પર કોઈ હથિયાર વડે માથા અને ગરદનના ભાગે હુમલો કરાયો હતો. જેમાં બાઇક સાથે યુવાન રોડની સાઈડમાં આવેલ બાવળની ઝાડીમાં પડી જવા સાથે બેભાન થઈ ગયો હતો.હુમલાખોર લૂંટારુઓ રોકડા 9 લાખ ભરેલ કાળું બેગ લઈ ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્તને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story