/connect-gujarat/media/post_banners/42eedd2823eae9ca8abaf9fecb36f03c27b41101f1f7180282996d0f08f6095e.jpg)
ભરૂચના પત્રકાર પર હુમલો કરવાના મામલામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંગત અડવાટે હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચના પત્રકાર અને કોંગ્રેસના આગેવાન દિનેશ અડવાણી પર જીવલેણ હુમલો કરવાની ઘટનામાં જિલ્લાના કુખ્યાત બુટલેગર નયન કાયસ્થે સુરતના માથાભારે શખ્સો સાથે મળી તેમના પર હૂમલો કરવાનો કારસો રચ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસે હુમલાખોર ટોળકીના સાગરિત અને ભરૂચના બુટલેગર તિલક હરિકૃષ્ણ પટેલની ધરપકડ કરી છે.
પ્રાથમિક પુછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે, નયન કાયસ્થ ઉર્ફે બોબડાએ સુરતના અનિલ કાઠીનો સંપર્ક કરી દિનેશ અડવાણી પર હુમલો કરવાનું કાવતરૂ રચ્યું હતું. હુમલા પહેલાં તિલક પટેલે હૂમલાખોર અનિલ કાઠી તેમજ તેના મળતિયાઓને નબીપુર પાસેની શિવકૃપા હોટલમાં રહેવાની વ્યવસ્થા કરાવી હતી.જે બાદ દિનેશ અડવાણીની રેકી કરી તેની માહિતી તેમને આપતાં ઝાડેશ્વર ચોકડીએથી અનિલ કાઠી અને તેના સાગરિતો પિન્કેશ ઉર્ફે ભુરો કિશોર ચૌહાણ, સતિષ ઉર્ફે સતિયો અશોકપ્રતાપસિંગ રાજપુત તેમજ મહેન્દ્ર કાઠીએ ઇનોવા કારમાં તેનો પિછો કરી એસએલડી હોમ્સ પાસે જીવલેણ હૂમલો કર્યો હતો.