/connect-gujarat/media/post_banners/2b87da5bbf1635e842a9c01053d51d57e4278f2650db4d494aada08f8ed1a66d.jpg)
ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ થયો છે. લૂંટારુઓએ ઘટનાને અંજામ આપવા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક મુસાફર ઈજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. ગોપાલ ટ્રાવેલ્સની બસમાં આંગડિયા પેઢીનાકર્મચારીઓ નિયમિત મુસાફરી કરતા હોવાનું ધ્યાન પર આવતા આજે આ બસમાં આંગડિયા પેઢીનાકર્મચારીઓ સાથે લૂંટારુઓ મુસાફર બની બસમાં સવાર થયા હતા. નેશનલ હાઇવે ૪૮ ઉપર મુલદ નજીક એક મહારાષ્ટ્ર પાસિંગની કારે બસને ઉભી રાખી હતી.
લૂંટારુઓએ અહીં બસના ચાલક અને ક્લીનર ઉપર હુમલો કરી આંગડિયા પેઢીનાકર્મચારીઓને લુંટવાનો પ્રયાસ કર્યો હતો. ભાવનગરના મુસાફર અનિલ ડાંગર લૂંટારુઓ સામેપડી બસનો દરવાજો બંધ કરવા પ્રયાસ કરતા લૂંટારુઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં અનિલઈજાગ્રસ્ત થયો હતો. બુમરાણ મચી જતા લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.ઇજાગ્રસ્તને ભરૂચસિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા જ એસ.પી.આર.વી.ચુડાસમા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અનેનાકાબંધી કરાવી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
આ મામલામાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મચારીઓ ભાવનગરથી રૂ. 2.50 કરોડના હીરા લઈને સુરત જવા નીકળ્યા હતા. આ બાબતથી માહિતગાર લૂંટારુઓએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને ભરૂચ નજીક લૂંટની ઘટનાને અંજામ આપવા જતાં હતા એ દરમ્યાન અન્ય એક મુસાફર અને બસના ક્લીનરની સમય સૂચકતાના કારણે લૂંટ થઈ શકી ન હતી ત્યારે પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે