ભરૂચ: ભાજપના નેતાનો યુવાનને અભદ્ર ગાળ ભાંડતો ઓડિયો વાયરલ,કહ્યું કંપનીની નોકરીમાંથી કઢાવી દઇશ

ભરૂચ જિલ્લા પંચાયત શાસક પક્ષ ભાજપના દંડક અનિલ વસાવાનો ફેસબુક પર કૉમેન્ટને લઈ સ્થાનિક યુવાનને અભદ્ર ગાળો બોલતો ઓડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update

અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત જ બે પેનલો આમને સામને ઉતરતા વરવા સ્વરૂપ જોવા મળી રહ્યાં છે.ગામના આગેવાન અને ભરૂચ જિલ્લા પંચાયતમાં શાસક પક્ષ ભાજપના દંડક અનિલ વસાવાના ફેસબુક પેજ ઉપર ગામના જ સ્થાનિક યુવાને પોસ્ટ કરી હતી. જે પોસ્ટને લઈ ભડકેલા દંડકે સ્થાનિક યુવાનને ફોન કરી 8 મિનિટ અને 11 સેકન્ડ સુધી અપશબ્દોનો વરસાદ વરસાવ્યો હતો.આટલું જ નહીં પોતે ખૂબ રોષમાં હોય પોસ્ટ કરનાર યુવાનને તારી નોકરી છોડાવી દઈશ તેવી ધમકી પણ આપી દીધી હતી. બીજી તરફ યુવાન મારો વાંક શુ છે અને તમે કેમ આટલી ગાળો આપો છો તે પૂછતો જ રહ્યો હતો.

આ બાબતનો ઓડિયો વાઇરલ થયા બાદ અનિલ વસાવાએ નિવેદન આપ્યું હતું કે તેઓ ગુસ્સામાં હશે તો બોલાય ગયું હશે જો કે બાદમાં કહ્યું હતું કે ઓડિયો અવાજ એમનો નથી ચૂંટણી આવી છે તો એડિટિંગ કરીને બદનામ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે

આ ઓડિયો વાયરલ થયા બાદ હવે હમેંશા શિસ્ત અને અનુશાસનમાં માનનારી ભાજપ તેના આગેવાન સામે શુ પગલાં લે છે તે જોવું રહ્યું.