Connect Gujarat
ભરૂચ

ભરુચ : જંબુસર તાલુકા પંચાયત ખાતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જાગૃતિ શિબિર યોજાય...

તાલુકા પંચાયત સભાખંડ ખાતે ઇન્કમટેક્સ ઓફિસર બીના રાવલ ટીડીએસ વિભાગની અધ્યક્ષતામાં ટીડીએસ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

X

ભરુચ જિલ્લાના જંબુસરના તાલુકા પંચાયત સભાખંડ ખાતે ઇન્કમટેક્સ ઓફિસર બીના રાવલ ટીડીએસ વિભાગની અધ્યક્ષતામાં ટીડીએસ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

જંબુસર તાલુકાના વેપારી વર્ગ, પગારદાર કરદાતા, ખાનગી તથા સરકારી કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકો તથા અન્ય ઇન્કમટેક્સમાં આવતા તમામને ટીડીએસ ઇન્કમટેક્સના ઘણા પ્રશ્નો મૂંઝવતા હોય છે. ત્યારે આ પ્રશ્નોના નિરાકરણ મળી રહે તે માટે જંબુસર તાલુકા પંચાયત સભાખંડ ખાતે ઇન્કમટેક્સ ઓફિસર બીના રાવલ ટીડીએસ વિભાગની અધ્યક્ષતામાં ટીડીએસ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં ઇન્સ્પેક્ટર કુલદીપભાઈ, અનુરાગ તેતરવાડા, ટેક્સ આસિસ્ટન્ટ ઇલ્યાસભાઈ ઘાંચી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. વેપારી મિત્રો અને શિક્ષકો ટીડીએસ કપાવે છે તેનું કેવી રીતે કપાત કરાવી શકાય તે અંગેનું માર્ગદર્શન તથા પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જે લોકોને ઓનલાઈન કામગીરીમાં સમસ્યા ઉદભવે છે, શોર્ટ ડિડક્શન ,શોર્ટ પેમેન્ટ, લેટ ફાઇલિંગ ફી અને અન્ય ડિમાન્ડ જનરેટ થવા બાબતે સંપૂર્ણ માર્ગદર્શન સહિત કયા સેક્શનમાં ટીડીએસ કાપવું અને કયા રેટ પર કાપવું તે અંગે સવિસ્તાર માહિતી આપી સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતુલભાઇ કોરાવાલા ,જલ્પેશભાઈ ગાંધી સહિત વ્યાપારી મિત્રો અને શિક્ષકો હાજર રહ્યા હતા.

Next Story