ભરૂચ: દાંડિયાબજાર વિસ્તારમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો

ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ મિશ્રા શાળા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો

New Update
ભરૂચ: દાંડિયાબજાર વિસ્તારમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો

ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ મિશ્રા શાળા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો

ભરૂચ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને રોટરી કલબ ઓફ ભરૂચ,આરસીસી દ્વારા ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ મિશ્રા શાળા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જે આયુષ મેળાનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જીલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ અને આયુષ મેળાનો વિસ્તારના લોકોએ લાભ લીધો હતો.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.