ભરૂચ બી’ ડિવિઝન પોલીસે મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી રૂપિયા 1.64 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ બી’ ડિવિઝન પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 ઈસમોને થોડા દિવસો અગાઉ ઝડપી પાડ્યા હતા. જેમાં દેરોલ અને શેરપુરાના ઈસમે મુંબઈના તારીક નામના કેરિયર પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો.
આ જથ્થો લઇ બન્ને ઇસમો બાવા રેહાન દરગાહ પાસે અન્ય એક ઈસમને આપવા આવ્યા હતા, ત્યારેપોલીસે 16.410 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત રૂ. 1.64 લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે, દેરોલનો ઈસમ અગાઉ પણ MD ડ્રગ્સ સાથે પકડાયો હતો. ભરૂચ SOG પીઆઇ આનંદચૌધરીએ PIT NDPS એક્ટ હેઠળ કરેલી દરખાસ્તમાં તેને રાજકોટ જેલમાં મોકલવા હુકમ કરાયો હતો. જેમાં નશાનો કારોબાર કરતા આરોપીઓની અટક કરી તેને જાપ્તા હેઠળ રાજકોટ રવાના કરવામાં આવ્યો છે.