Connect Gujarat
ભરૂચ

ભરૂચ:બી ડિવિઝન પોલીસે કૂટણખાનું ઝડપી પાડ્યુ, 4 રૂપલ્લનાઓ સાથે 3 ગ્રાહકોની ધરપકડ

ચાર રૂપલ્લનાઓ સાથે દેહ વ્યાપાર ચલાવનાર સંચાલિકાને ઝડપી પાડી કુલ રૂ.67 હજાર ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો

ભરૂચ:બી ડિવિઝન પોલીસે કૂટણખાનું ઝડપી પાડ્યુ, 4 રૂપલ્લનાઓ સાથે 3 ગ્રાહકોની ધરપકડ
X

ભરૂચ બી ડીવીઝન પોલીસે જંબુસર રોડ પર આવેલા બેંક ઓફ બરોડા પાસેના સબર કોમ્પલેક્ષમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો છે.પોલીસે સ્થળ પરથી ત્રણ ગ્રાહકો અને ચાર રૂપલ્લનાઓ સાથે દેહ વ્યાપાર ચલાવનાર સંચાલિકાને ઝડપી પાડી કુલ રૂ.67 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને એક ઈસમને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયાત હાથ ધરી છે.

ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તેમના વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન માહિતી મળી હતી કે,જંબુસર રોડ પર આવેલી બેંક ઓફ બરોડા પાસે સબર કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ફ્લેટ નંબર-301 માં એક મહિલા નામે રૂપાલી શેખ નામની મહિલા અન્ય મહિલાઓને રૂમમાં રાખી પોતાના આર્થિક ફાયદા સારૂ બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપાર ચલાવે છે.આ માહિતીના આધારે પોલીસે મહિલા પોલીસ કર્મીઓ અને પંચોની હાજરીમાં માહિતીવાળા સ્થળે રેઇડ કરી હતી.

જે ફ્લેટનો દરવાજો ખખડાવતા દેહ વેપાર ચલાવતી રૂપાલી મલ શેખે દરવાજો ખોલતાં અંદર તપાસ કરતા બેઠક રૂમમાંથી અન્ય ત્રણ મહિલાઓ તથા એક ઇસમ મળી આવ્યા હતાં.જ્યારે પોલીસે ફ્લેટમાં આવેલા અન્ય રૂમોના દરવાજા ખોલાવતા અંદરથી અન્ય ત્રણ યુવતીઓ અને યુવકો મળી આવ્યા હતાં.આ મમાલે પોલીસે રૂપાલી શેખની પૂછતાજ કરતાં તેણે જણાવ્યું હતું કે,તે અને અંકલેશ્વરનો મુન્ના શેખ સાથે મળી એક મહિનાથી ફ્લેટ ભાડે રાખીને આ ધંધો ચલાવતા હોવાનું જણાવ્યું હતું.

આ મામલે પોલીસે સ્થળ પરથી રૂપાલી કમલ શેખ, અરૂલારાશન યોગલેનલ,મોહમદ શહેબાઝ મોહંમદ સલીમ મુલ્લા,મોહંમદ સોહેલ અબ્દુલ સાદીક ગુલામને ઝડપી પાડી અંકલેશ્વરના મુન્ના શેખને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આ તમામ લોકો પાસેથી કુલ રૂ.67,560 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story