Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સરકારની યોજનાઓનો લાભાર્થીઓને મળ્યો સીધો લાભ, વોર્ડ નં. 5,6,7,8 અને 11નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો…

ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળે મળી રહે તેવા હેતુ સાથે રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે

X

ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળે મળી રહે તેવા હેતુ સાથે રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા રોટરી ક્લબ ખાતે વોર્ડ નંબર 5,6,7,8 અને 11નો સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તથા સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવી કે, આયુષ્યમાન કાર્ડ, મમતાકાર્ડ, પેન્સનની સમસ્યાઓ, વિધવા સહાય, અવાકનો દાખલો, પ્રોપર્ટી કાર્ડ અને જન્મ-મરણના દાખલાઓ વિગેરે સેવાઓ એક જ સ્થળ પરથી મળી રહે તે હેતુસર ભરૂચ નગરપાલિકા કક્ષાએ રોટરી હોલ ખાતે વોર્ડ નંબર 5,6,7,8 અને 11ના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો કે, જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે. સેવાસેતુ કાર્યક્રમને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે દીપપ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, રોટરી કલબ પ્રમુખ રિઝવના જમીનદાર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને લાભાર્થીઓને મળતી સેવાઓ અર્પણ કરી હતી.

Next Story