ભરૂચ : બી.એચ.મોદી સ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધાના પ્રથમ કાવ્ય સંગ્રહ "છેતરાયા"નું વિમોચન કરાયું

ભરૂચની બી.એચ. મોદી હાઈસ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધા ઉર્ફે કવિ હર દ્વારા સુંદર કાવ્ય સંગ્રહની રચના કરવામાં આવી છે

New Update
ભરૂચ : બી.એચ.મોદી સ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધાના પ્રથમ કાવ્ય સંગ્રહ "છેતરાયા"નું વિમોચન કરાયું

ભરૂચની બી.એચ. મોદી હાઇસ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધાના પ્રથમ કાવ્ય સંગ્રહ "છેતરાયા"ના વિમોચન પ્રસંગનું આયોજન શહેરની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે કરવામાં આવ્યું હતું.

ભરૂચની બી.એચ. મોદી હાઈસ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધા ઉર્ફે કવિ હર દ્વારા સુંદર કાવ્ય સંગ્રહની રચના કરવામાં આવી છે, ત્યારે કવિ હરના પ્રથમ કાવ્ય સંગ્રહ "છેતરાયા"નું વિમોચન ગત તા. 13 ઓગષ્ટના રોજ ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, RSS વડોદરા વિભાગના સહ કાર્યવાહ નિરવ પટેલ, લોકગાયક અભેસિંહ રાઠોડ, શાસનાધિકારી નિશાંત દવે, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે તથા નારાયણ વિદ્યાવિહાર શાળાના આચાર્ય મહેશ ઠાકરની ઉપસ્થિતિમાં "છેતરાયા" કાવ્ય સંગ્રહનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે સુંદર કાવ્ય સંગ્રહની રચના કરવા બદલ હાજર સૌકોઈએ હરેન્દ્રસિંહ સિંધાને શુભેચ્છાઓ પાઠવી હતી.

Latest Stories