Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા તથા વડીલોનો સન્માન સમારોહ યોજાયો...

શ્રી નિલકંઠ મહાદેવ વાડી અને ફરસરામી દરજી જ્ઞાતિ પંચ-ભરૂચ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા તેમજ વડીલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા તથા વડીલોનો સન્માન સમારોહ યોજાયો...
X

શ્રી નિલકંઠ મહાદેવ વાડી અને ફરસરામી દરજી જ્ઞાતિ પંચ-ભરૂચ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા તેમજ વડીલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી નીલકંઠ મહાદેવ ફરસરામી દરજી જ્ઞાતિ પંચ-ભરૂચ દ્વારા પૌરાણિક શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન ક૨વામાં આવ્યું હતું. આ પ્રસંગે નવનિર્મિત હોલ ખાતે સમાજના વડીલો તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ માટે વિશેષ સન્માન સમારોહનું આયોજન ટ્રસ્ટના પ્રમુખ મનહર રામજી તેમજ ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં 75 વર્ષ પૂર્ણ કરનાર સમાજના વડીલોને સ્મૃતિ ચિન્હ અને ગુલદસ્તા આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમાજના તબીબ ડો. ગ્રીષ્મા ફૂમતિવાલા તેમજ હાર્મોનિયમમાં સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર રાષ્ટ્રીય સ્કોલરશિપ મેળવનાર આકાશ સુરતીની પણ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ મનહર રામજીએ સમાજમાં થઇ રહેલ વિકાસ કાર્યોની માહિતી આપી સમાજના કાર્યકર્તાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સમાજના અગ્રણી અને જે.પી. કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડો. પ્રવીણ ફરસરામે સમાજને વધુ સંગઠિત થવા અને આ રીતે સમયાંતરે કાર્યકમોના આયોજન માટે અનુરોધ કર્યો હતો. પૂર્વ પ્રમુખ બાબુ કોન્ટ્રાક્ટરે તેઓના ટ્રસ્ટી કાળનું સ્મરણ કરી આયોજન માટે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ટ્રસ્ટી ગણના પ્રમુખ મનહર રામજી, ટ્રસ્ટીઓ રજની ટેલર, વસંત કાપડિયા, નીતિન ટેલર સહિત સમાજના અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દેવેન્દ્ર સુરતી અને જીતેશ ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.

Next Story