ભરૂચ: ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા ભારત કો જાનો પરીક્ષા યોજાય,3 હજાર વિદ્યાર્થીઓ જોડાયા

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના વિવિધ અગિયાર જેટલાં પ્રકલ્પો પૈકીની એક એટલે ભારત વિકાસ પરિષદ.

New Update
ભરૂચ: ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા ભારત કો જાનો પરીક્ષા યોજાય,3 હજાર વિદ્યાર્થીઓ જોડાયા

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના વિવિધ અગિયાર જેટલાં પ્રકલ્પો પૈકીની એક એટલે ભારત વિકાસ પરિષદ. ભરૂચ ની ભારત વિકાસ પરિષદની ભ્રુગુ ભૂમિ શાખા દ્વારા તારીખ 18 ઓગસ્ટ ના રોજ ભરુચની વિવિધ શાળાઓ પૈકી નારાયણ વિદ્યા વિહાર ના 1128 જેટલાં બાળકો, જય અંબે સ્કૂલ ના 497 બાળકો, અંકલેશ્વરની ચાણક્ય સ્કૂલ ના 180,તક્ષશિલા 140 બાળકો,ભાસ્કર એકેડમીના 170, પ્રાર્થના સ્કૂલ ના 737, શ્રવણ વિદ્યાધામ ના 93 જેટલાં મળી કુલ ત્રણ હાજર જેટલાં વિદ્યાર્થીઓ એ આ જ્ઞાનવર્ધક સ્પર્ધામાં ભાગ લીધો.

'ભારતકો જાનો' સ્પર્ધામાં ભારતવિકાસ પરિષદ દ્વારા ભારતને લગતા અસંખ્ય પ્રશ્નો અને એના જવાબો સાથેની એક બુક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, જેમાં ભારતના ઇતિહાસ, ગણિત,ભૂગોળ,ખાગોળ, આદ્યાત્મિક, સામાજિક,સ્પોર્ટ્સ, ધાર્મિક-ધર્મ ગ્રંથો,અને વૈજ્ઞાનિક, અભિગમને લગતા પ્રશ્નો અને તેના જવાબો હોય છે. વિદ્યાર્થીઓ એ પૂર્ણ સમય દરમ્યાન આ પ્રશ્નોનો અભ્યાસ કરવાનો રહે છે.

અભ્યાસનો સમય પૂર્ણથયા બાદ જે તે શાળા ને વૈકલ્પિક જવાબો સાથે નું પ્રશ્ન પત્ર આપવામાં આવે છે. જેના જવાબો વિદ્યાર્થીઓ એ ટીક માર્ક કરીને પસન્દ કરવાના હોય છે. આ પરીક્ષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી પૈકી કોઈ પણ ભાષામાં વિદ્યાર્થીઓ જવાબ આપી શકે છે. આ એક ખુબજ જ્ઞાનવર્ધક અને બાળકને જનરલ નોલેજમાં સ્માર્ટ બનાવતી પ્રક્રિયા છે, જે જીવનના અનેક તબક્કે કામ આવે છે. આવી આન્સર સીટ્સ નું નિરીક્ષકો દ્વારા એસેસમેન્ટ કરી માર્કસ આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ સર્વશ્રેષ્ઠ સફળતા મેળવના વિદ્યાર્થીને આગળ ઉપર રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા મોકલવામાં આવે છે.અને ત્યાં વિજેતા થનાર રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બને છે.

ભરૂચની ભારત વિકાસ પરિષદની ભ્રુગુ શાખાના 'ભારતકો જાનો' ના સંયોજક તરીકે dr. મહેશ ઠાકરએ સેવા આપી હતી. અંકલેશ્વરમાં ચાણક્ય સ્કૂલમાં કે.આર.જોશી, રૂપલબેન જોશી, ભાસ્કર આચાર્ય,મેઘનાબેન ટંડેલ,યોગેશભાઇ પારિક, બજરંગભાઈ,સંદીપ શર્મા, જય વ્યાસ સહિતના પદાધિકારીઓ આ પરીક્ષા કાર્યમાં જોડાયા હતાં.

Latest Stories