ભરૂચ: ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતીય કાઉન્સીલનું આયોજન, નવા હોદ્દેદારોની કરાય વરણી

કાઉન્સીલના સફળ આયોજન બદલ દક્ષિણ પ્રાંત દ્વારા ભરૂચ શાખાના પ્રમુખ નરેશ ઠક્કર તથા તેમની ટીમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ: ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતીય કાઉન્સીલનું આયોજન, નવા હોદ્દેદારોની કરાય વરણી

ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંતીય કાઉન્સીલનું ભરુચ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ પ્રાંતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી રવિવાર તારીખ 26 માર્ચના રોજ ભરૂચની લોર્ડસ રંગ ઇન હોટલ ખાતે ભારત વિકાસ પરિષદની દક્ષિણ પ્રાંતિય કાઉન્સીલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દક્ષિણ પ્રાંતની 7 શાખાઓના પ્રમુખ,મંત્રીઓ અને ખજાનચી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં દક્ષિણ પ્રાંતની નવી બોડી માટે ચૂંટણીની પ્રક્રિયા યોજાય હતી જેમાં હાલના પ્રમુખ અને દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના વાઇઝ ચાન્સેલર પ્રેમકુમાર શારદાએ નવા પ્રમુખ માટે વડોદરા શાખાના હિતેશ અગ્રવાલનું સૂચન કર્યું હતું..

જેને વિશેષ ચૂંટણી અધિકારી વિનોદભાઈ લાઠીયાએ સ્વીકારી સર્વની સંમતિથી હિતેશ અગ્રવાલનું નામ પ્રમુખ પદ માટે ઘોષિત કર્યું હતું. આવી જ રીતે રિજનલ કાઉન્સીલ ભરતભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં મંત્રી તરીકે ધર્મેશ શાહ અને ખજાનજી તરીકે પ્રધ્યુમન જરીવાલાની વરણી કરવામાં આવી હતી.ચૂંટણી પ્રક્રિયા બાદ દક્ષિણ પ્રાંતની તમામ શાખાઓ દ્વારા વર્ષ 2022-23 અને 2023-24માં કરાયેલ સેવા અને સમર્પણના કાર્યો અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. પૂર્વ પ્રમુખ પ્રેમકુમાર શારદાજીએ જણાવ્યુ હતું કે ભારત વિકાસ પરિષદ વર્ષોથી સેવા કાર્યો સાથે જોડાયેલી સંસ્થા છે અને દક્ષિણ પ્રાંત આવા જ સેવા કાર્યો કરી દક્ષિણ ગુજરાતને લિવેબલ દક્ષિણ ગુજરાત બનાવવા કટિબધ્ધ રહેશે.

નવા વરાયેલા પ્રમુખ હિતેશ અગ્રવાલે પોતાના કાર્યકાળ દરમ્યાન ભારત વિકાસ પરિષદ સેવા અને સમર્પણના કાર્યોની સાથે સાથે પરિષદના સભ્યોની માનસિક અને શારીરિક આરોગ્ય માટે રમત ગમતનું પણ વિશેષ આયોજન કરશે. તેઓએ તમામ શાખાઓને મજબૂત થવા અને વધુ શાખાઓનું નિર્માણ કરવા માટેનું આહવાહન કર્યું હતું. ભારત વિકાસ પરિષદ પ્રાંતિય કાઉન્સીલના આયોજનની જવાબદારી ભરુચ શાખાને સોપવામાં આવી હતી અને કાઉન્સીલના સફળ આયોજન બદલ દક્ષિણ પ્રાંત દ્વારા ભરૂચ શાખાના પ્રમુખ નરેશ ઠક્કર તથા તેમની ટીમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

Latest Stories