ભરૂચ: વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળ ₹3.72 કરોડના કામોનું ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરાયું

શહેરના પંડિત ઓમકારનાથ હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળનો કાર્યક્રમ વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

ભરૂચ: વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળ ₹3.72 કરોડના કામોનું ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરાયું
New Update

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત શહેર અને તાલુકા તેમજ વાગરાના વિવિધ ₹3.72 કરોડના કામોનું ભૂમિપૂજન તેમજ લોકાર્પણ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં કરાયું હતું.

ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળનો કાર્યક્રમ વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં ભરૂચ પ્રાંતમાં સમાવિષ્ટ શહેર, તાલુકા અને વાગરાના રૂપિયા 3.22 કરોડના 109 વિકાસ કામોનું ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે 50 જેટલા રૂપિયા 50 લાખના કામોનું લોકાર્પણ પણ આ પ્રસંગે કરાયું હતું.આજના કાર્યકમમાં વિવિધ કેટેગરીના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે સહાય અને લાભોનું વિતરણ પણ કરાયું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ મોનાબેન પટેલ, વાગરા તાલુકા પંચાયત પ્રમુખ કોમલબેન મકવાણા, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, આર.ડી.સી. એન.આર.ધાંધલ સહિતના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

#Vishwas Vikas Yatra #development work #Dushyant Patel #BeyondJustNews #Connect Gujarat #Bhoomipuja #Inauguration #Bharuch
Here are a few more articles:
Read the Next Article